મોરબી તા. ૦૫

આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીર ના કલમ ૩૭૦ તથા ૩૫ એ દુર કરવા નો જે નિર્ણય કરવા મા આવ્યો તે બદલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીએ કેન્દ્ર સરકાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આજ રોજ મોરબી મુકામે એકાત્મતા ચોક ખાતે સર્વ હિન્દુ સંગઠન દ્વારા આ નિર્ણય ની ઉજવણી કરવા મા આવી, જેમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક શ્રી જીતુ ભાઈ મહેતા, ગીરીશ ભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ સહીતના ઓ એ ઉપસ્થિત રહી મા. નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ વાળી સરકાર ને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મોદીજી પી.ઓ.કે. પર ભારત ના કબ્જા અંગે, કાશ્મીરી પંડીતો ના તત્કાલીન પૂનર્વસન તેમજ રામ મંદિર નિર્માણ, ગૌહત્યા પ્રતિબંધીત કાયદા મુદ્દે તત્કાલીન ઉકેલ લાવે તેવી આશા સેવી હતી.