વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગયકાલે રાત્રીના વાંકાનેર તાલુકાના મહિકા ગામે હાઈવે પર પેટ્રોલ પંપની પાછળ જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા જેની પાસેથી કુલ 16,110 ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગોહિલની સૂચનાથી એ.એસ.આઈ. કિશોરભાઈ સાંવત, પો.હેડ. કોન્સ વિજયભાઈ બાર, પો.કોન્સ. બળદેવસિંહ મહાવીરસિંહ, પો.કોન્સ. અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને ડ્રા.પો.કોન્સ. હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં દરમ્યાન વાંકાનેર તાલુકાના મહિકા ગામે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પાછળ, સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો શ્રાવણીયો જુગાર રમતા ઈરફાન ઉસ્માન બાદી (ઉ.વ.35 રહે. મહિકા), ઈદ્રિશ ઉસ્માન બાદી (ઉ.વ.35 રહે. મહિકા), મકબુલ મામદ બાદી (ઉ.વ.30 રહે. મહિકા), મુસ્તાક હુસેન બાદી (ઉ.વ. 36 રહે. ગારીડા) અને નરશી જેઠા મકવાણા (ઉ.વ. 32 રહે. મહિકા) સહિતના પાંચ શખ્સોને રોકડ રકમ 16,110 સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf