કુદરતી આફત સમયે માનવસેવા ની પરંપરા જાળવતુ મોરબી જલારામ મંદીર

મોરબી તા. ૧૦

મોરબી પંથક મા છેલ્લા બે દીવસ થી ભારે વરસાદ પડી રહ્યો છે, મેઘરાજા એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા શહેર ની વિવિધ ઝુંપડપટ્ટી ની મુલાકાત લઈ ત્યાંના લોકો ને ભોજન પ્રસાદ અર્પણ કર્યો હતો. ભારે વરસાદ ના લીધે શહેર ના વિવિધ વિસ્તારો પાણી મા ગરકાવ થઈ ગયા છે, તો ઝુંપડપટ્ટી વિસ્તાર ની હાલત અત્યંત કફોડી બની છે. તમામ પ્રકાર ની ભોજન સામગ્રી વરસાદ મા નષ્ટ થઈ હોય ત્યા મોરબી જલારામ મંદીર દ્વારા કુદરતી આફત સમય ની સેવા ની પરંપરા જાળવી રાખી છે. આ ભગીરથ કાર્ય મા મોરબી જલારામ મંદીર ના ગીરીશ ભાઈ ઘેલાણી,હસુભાઈ પંડીત, હીતેશ જાની, અનિલ સોમૈયા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, રાજુ વિંધાણી, નવીન માણેક સહીત ના આગેવાનો જોડાયા હતા.