મોરબી તારીખ 14

મિત્રો આમ તો રાજકીય ક્ષેત્રને બાદ કરતાં ચક્રવાત ન્યુઝમાં મોરબી-રાજકોટ ને બાદ કરતા અન્ય શહેરોની ઘટના અંગે ચર્ચા નથી થતી આમ છતા અમારા વાચકમિત્રો ખાસ કરીને ભ્રમરવૃત્તિ વાળા વ્યક્તિઓ માટે આ કિસ્સા રૂપી  કહાની અહીં રજૂ કરી છે.

વાત છે જૂનાગઢને અડીને આવેલા કેશોદ શહેરની, કેશોદ શહેરના એક એગ્રીકલ્ચર ના ધંધા સાથે જોડાયેલા એક વેલસેટ પટેલ વેપારીની, ઉંમરમાં આધેડ કહી શકાય અને પરિવારમાં પત્ની તેમજ પુત્રોના પિતા એવા પટેલ વેપારીની સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતિ સાથે પરિચય થયો. પ્રથમ બંને વિજાતીય વ્યક્તિઓ એ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કર્યું. અને પોતાની ઉંમરથી અડધી ઉંમરની યુવતીને વેપારીએ પ્રેમમાં પાગલ કરી નાખી. અને સમય રહેતા બંને પ્રેમી યુગલ યુવતીના શહેરમાં મળવા લાગ્યા. ધીમે ધીમે આ મુલાકાતો બાગ બગીચા ને બાકાત કરી ને હોટલના રૂમમાં થવા લાગી. યુવતી આધેડના પ્રેમમાં પાગલ થઇ ગઇ અને વગર વિચારી પોતાનું સર્વસ્વ તેના કહેવાતા પ્રેમીને સોપી દીધું અમે એટલો વિચાર પણ ન કર્યો કે હવે આ કજોડાનુ પરિણામ શું હશે ?

પરણીત પુરુષ પોતાની પત્ની ને છોડીને બીજા પાત્ર સાથે પ્રેમ સંબંધની મીઠી-મીઠી વાતો કરે એટલે તેનો ઉદ્દેશ માત્ર સામેવાળા પાત્રને બિસ્તર ઉપર લઈ જવા પૂરતો જ હોય છે બાકી આનાથી વધારે નથી હોતા. મોટા ભાગના પુરુષો આવી બાબતોમાં સરખા હોય છે ત્યારે ક્યારેક આવા પુરુષોને માથાની કોઈ ભટકાઈ જતી હોય છે. આમ તો યુવતીનો પ્રેમ સાચો હતો પરંતુ સમય જતાં યુવતીને તેના કેશોદના પ્રેમી ના પ્રેમ ઉપર શંકા જતાં તેણે અમુક ક્ષણો ના ફોટા પાડી લીધા અને હવે પ્રેમી ઉપર સાથે રહેવા દબાણ કરે છે. જેના કારણે હાલ તો પ્રેમીએ અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન રિસીવ કરવાનું બંધ કર્યું છે અને પ્રેમિકા સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે.

પરંતુ શું આ જ એકમાત્ર હલ છે? કોઇના શરીર ને પામવા પ્રથમ પ્રેમીને મીઠી મીઠી વાતો કરવાની અને સમય આવ્યે પોતે મોભેદાર છે એ ભાન થાય એટલે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી હાથ ખંખેરી નાખવાના. જોકે આજની યુવતીઓ પણ સ્માર્ટ થઇ ગઇ છે. અને તેમના હાથમાં સ્માર્ટફોન પણ છે માટે આવી ભંમરવૃતી વાળા પુરુષો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. કોઈને ભોળવીને તેનો ગેરલાભ લેવાની મનોવૃત્તિ છોડી દેજો કેમકે તમે પણ ગમે ત્યારે કેમેરામાં કેદ કરી શકો છો.